Top Gujarati Attitude Shayari Whatsapp Status

જિંદગીની સચ્ચાઇ ને જણાવી રહ્યો છું,
જેવો છુ એવો જ સામે આવી રહ્યો છું,
ખોટા દેખાડા કરવા ગમતાં નથી મને,
જેવો છુ એવો બસ તને ચાહી રહ્યો છુ.

****************************

 ફૂલ છે તું, તો તને હું ભીંજવતું ઝાકળ બનું,
કે પછી શાહી બને તું, હું ય તો કાગળ બનું!
કોણ જાણે કેમ તારી આંખ પર વારી ગયો,
મન કહે છે 'ધ્રુવ' મટીને આજથી કાજળ બનું!

 ****************************

  ઘણીવાર દિલમાં એક પ્રશ્ન થાય છે
પાંપણ ભીની પણ..... જશ્ન થાય છે
લખી છે જ્યારથી શબ્દોમાં તને રાધા
કાળીઓ 'જીગર' પણ.... ક્રશ્ન થાય છે.......જીગર ઠક્કર

 ****************************
 
 છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઇએ...
મુલાકાત માં એટલો વજન તો હોવો જ જોઇએ.!
 ક્ષિતિજે સુરજ આથમે તને પલકો માં ભરી લઊ
આ તારા સોનેરી કેશ માં મારા સ્નપ્નો ગુંથી લઊ........!

 ****************************

 એક માં એક ઉમેરો એટલે બે થાય,
શિક્ષકે શીખવ્યું તુ...
એક માંથી એક બાદ એટલે "" એકલા "",
એ જિંદગી એ શીખવ્યું.

 ****************************

  પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

 ****************************

 દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને કે કોના માટે ધડકવું અમારે
મેં કીધું નામ તો નઈ લેવાય કેમ કે પ્રેમ સફળ ઓછો ને બદનામ વધારે થાય છે

 ****************************

 દિલ તૂટ્યું છે તો દર્દને લખી લેજો
હૃદયને સ્પર્શે તો શાયર બની જજો
કરે જે દિલના હજાર ટુકડા તોયે
એનું જ નામ બોલાય તો ઘાયલ કેહ્જો .....રાગી

 ****************************

 ટચસ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે,
સંબંધોમાં હુંફની હવે થોડી ઘણી ખોટ વરતાય છે..
વોટ્સએપ પર બે હાથ જોડીને પ્રણામ થઈ જાય છે,
દાદાનો હાથ પકડીને હવે મંદિર ક્યા જવાય છે..

 ****************************

 ભલુ થજો કે ગઝલ લખતા શીખવી દીધું,
તારી મહોબ્બતે ઘાયલ થતાં શીખવી દીધું!
ને ઉતાર-ચડાવ જોઈ લીધા બધા અમે,
કદી ઉગતા તો કદી આથમતા શીખવી દીધું

 ****************************

 સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે ,
પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે ,
બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે."

 ****************************

 હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે,
મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે.
મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે,
મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે.

 ****************************

 લાવ આજે એક રચના તારા નામે રચી દઉ...
દુનીયા ભલે ગમે તે મેળવવા માટે કરે પણ..
હું આજની પુનમ તારા નામે ભરી દઉ...

 ****************************

 થામીને રાખજે દિલમાં સદા મારો આમ અહેસાસ તું,
તો મહેસુસ થતો રહીશ હરપળ બનીને તારો શ્વાસ હું...!!

 ****************************
 
 કલાકો સુધી વાંચ્યા છતાં કોઈ પૂસતક અધુરુ રહી જાય
.ને પલભર માં જ તારા નયનો કેટકેટલું કહી જાય...!!!

 ****************************

 જીભે
આંખને પુછયું:
'તારા આંસુઓ હમેંશા ખારાં કેમ હોય છે?'
આંખે કહ્યું:
'એને તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું!'

 ****************************

 હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.
વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ

 ****************************

 "ખમીર,ખાનદાની અને આશરો આટલી અમીરાત હોય....
" માણસ " હોવુ એથીય વધારે બીજી કઇ ઝવેરાત હોય?"

 ****************************

 ચાલને, માણસમાં થોડુ વ્‍હાલ વાવી જોઈએ,
પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
કાંખઘોડી લઈ અહીં ચાલે નહિ સબંધ,
દોસ્‍તો, એકબીજાના ખંભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાનુ હોય છે,
આપણી જાતને પહેલા હરાવી જોઈએ.

 ****************************

 જો રાત્રે કોઇ સફેદ કપડા પહેરી તમારા પગ પકડે તો તેને ભુત સમજી ડરશો નહી.
તે
જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત કે નગરપાલિકા
ચુંટણી ના ઉમેદવાર પણ હોઇ શકે છે......
વિના મુલ્યે જન હિતમાં જારી......!!!

 ****************************

 એ પેહલા પણ આમ જ હસતી હતી ...
મને બતાવવા માટે પણ ગરબે ફરતી હતી...
એને ખબર હતી કે હુ જોતો હોઇશ એને એટલે
ખુબ જ ઉમંગ થી ગરબા રમતી હતી ..
ભલે આજે હોઇએ એકબીજા થી દુર પણ
કોઇ તો હતી જે દરેક ગરબે મારી રાહ જોતી હતી...

 ****************************

 મકાનની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો કોઈના
ખોબા જેવડા પ્રેમાળ દિલનો
એકાદ ખુણો જ કાફી હોય....

 ****************************

 ઉરે ભરાયો છે તારી યાદોં નો મેળો
તમે આ રીતે મને હવે તો ન સતાવો
કો’ક વાર તો આવી રૂબરૂ મને મળો
આંગણું એકજ વાર “અલ્પ” શોભાવો

 ****************************

 Update नथी करवा मांगतो हू जीदंगी ने,
बस ज्या तू अने हू
साथे हता ए Last update बस छे...

 ****************************

 વસી છે એક સુંદરી જ્યારથી આંખોમાં મારા મનમંદીર માં થી ખસતી નથી
મુજ સમણુ જોનાર અનેક છે પણ ના જાણૅ કેમ દીલને બીજી ગમતી નથી...

 ****************************

 કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે?
જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા;
ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!

 ****************************

 ઝીલી લે તું પ્રિયે મારા ખામોશ અલ્ફાઝ દિલમાંથી ઝરતાં
પુરી કરશે તારી હરએક આરઝુ પણ પ્રિયે એ મરતાં મરતાં

 ****************************

 તકદીરમાં નથી તે વાત માંગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માંગી છે.
પ્રેમની દુનિયાને ભલે પાગલ કહેતા લોકો,
મેં તો સૂરજ પાસે પણ રાત માંગી છે

 ****************************

સ્નેહની સ્યાહીથી;પ્રેમની લિપિથી,
આંખોથી પત્ર મોકલ્યો'તો,
શું થયું કોને ખબર? એનું વર્તન તો
એવું જ જાણે એ બેખબર,
એને કદાચ નહિ વંચાઈ હોય મારી લિપી,
એવું પણ હોય કે મારા અક્ષર ગોટાળા હોય.

 ****************************

 સાથ એનો ખૂબ મજાનો લાગે છે,
પ્રિતનો જાણે ખજાનો લાગે છે.
હજુ તો કાલે જ મળ્યા હતા અમે,
પણ વીત્યો જાણે એક જમાનો લાગે છે. 

 ****************************

 મહોબ્બતના સપના સજાવી ધજાવી બેઠો છે,
કોઇકના ઇન્તજારમાં પુષ્પો બીછાવી બેઠો છે,
જો પામવો હોય પ્રેમ તો ઇકરાર કરી લો,
"શ્યામ" આજે દિલના દ્વાર ખોલીને બેઠો છે. 

 ****************************

 આપ મારી વફા નહીં સમજો,
આંખ નિજના પડળ ન જોઇ શકે.
દોષ છે શૂન્ય સૌ સુકાનીનો,
નાવ પોતે વમળ ન જોઈ શકે.

 ****************************

 વાત ક્યાંથી આગળ વધે ??
રાહ જોવી મને ફાવે નહીં..
ને સમયસર તું આવે નહીં !! 

 ****************************

 ઘણા સમયે જોઈ રહ્યો હતો હું મારી ડાયરીને
તારી યાદોનું હરેક પાનું દર્દની ગઝલ લાગ્યું.

 ****************************

 હથેળી તારા હાથ માં સોપી દીધી છે જ્યારે ;
હવે હસ્તરેખાઓ જોવા ની ક્યાં જરુર છે મારે ...

 ****************************

 તારા વ્હાલની ઍમ્બ્યુલન્સ...
અહીંયા ધસમસતી મોકલ...
મારી મરવા પડેલી લાગણીને,
તારા હૃદયનાં આય.સી.યુ.વૉર્ડ મા...
ઍડમીટ કરવી પડશે...
દુખ વહેતું બંધ કરવા...!!!

 ****************************

 જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,
કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા..

 ****************************

 એવું નથી કે દોષ બધો હું ફક્ત તને આપું છું..
તારાથી રિસાયા પછી હું ખુદને પણ માપુ છું..
પછી અણગમાની આંખે પાડી પ્રેમનો પરદો..
આસાનીથી અણબનાવને ઓગાળી નાખુ છું...દીપા સેવક.

 ****************************

 શબ્દોને ભીની લાગણીથી જો ઢાળું તારા આંચલમાં
મહેસુસ તો થાય છે પછી સતત મારા ભીનાં સ્પંદનોમાં
કેતન દેસાઇ

 ****************************

 જયારે તારી આંગળીઓ ...
પ્રેમથી મારા વાળમાં ફરે છે
ત્યારે તારો સ્પર્શ ખુદ કવિતા કરે છે
પછી મને શબ્દોની જરૂર નથી લાગતી ..દીપા સેવક.

 ****************************

 તારા વગર,એકલા ચાલવાની કોશિશ તો કરુ છું,
છતાંય ઠોકર વાગે ત્યારે....તો તારો જ હાથ શોધુ છું...!!

 ****************************

 સબંધ ની ધરતી પર જયારે વિશ્વાસ વરસે છે,
ત્યારેજ એમાથી સ્નેહ ની સોડમ પ્રસરે છે,
“અપેક્ષા ની આગ” જ્યાં વધારે હોય,
એજ વ્યકિત પ્રેમ ના વરસાદ માટે તરસે છે. 

 ****************************

 " ઊગતી હૈયે લીલીછમ વેલ છે
જીવવું તારા વગર મુશ્કેલ છે...
જીદ હતી તારી,હતી મારી ઉમીદ
પ્રેમ ડાબા હાથનો ક્યાં ખેલ છે ? "

 ****************************

 પ્યાર કરકે જતાયે યે જરૂરી તો નહીં
યાદ કરકે કોઈ બતાયે યે જરૂરી તો નહીં
રોને વાલે તો દિલ મેં હી રો લેતે હૈ...
આંખોં મેં આંસુ આયે યે જરૂરી તો નહીં ! "

 ****************************

 આંચકો જબ્બર ખુદા દેશે નહોતી એ ખબર,
ધાર્યા કરતા પણ જુદા વેશે નહોતી એ ખબર ;
નીકળ્યો'તો હું સજી હથિયાર, લડવું પણ પડે,
લૂંટશે પણ કોઈ ભીના કેશે, નહોતી એ ખબર !

 ****************************

 બે હાથ જોડીશું પરંતુ માગવું નથી,
જે જોઈએ છે એ તમારે આપવું નથી.
ખોટા કરો ના વાયદા, બસ સ્વપ્નમાં રહો,
કારણ અમારે રાત આખી જાગવું નથી.- પ્રવિણ શાહ 

 ****************************

 "ચાલને થોડી જીંદગી જીવી લઈએ,
ગમતી આપણી ક્ષણો જીવી લઈએ,
આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતા રંગો વીણી લઈએ,


Post a comment

0 Comments